Saturday, July 2, 2011

વિશ્વમાં કલિયુગ નો પ્રભાવ


મિત્રો,
વિશ્વમાં કલિયુગ નો પ્રભાવ ફેલાતો જશે તેમતેમ કેવી હાલત સર્જાશે તેનું વર્ણન 'દેવી ભાગવત 'માં કરવામાં આવ્યું છે .
લગભગ પાંચ હઝાર વર્ષ પહેલા આ આગાહી કરવામાં આવી હતી.જેના કેટલાક અંશ અહી રજુ કરુછું .
માનવીઓ મદિરા અને માંસ નું સેવન કરતા થઇ જશે ,જૂઠ કપટ દુર્વ્યવહાર તરફ કોઈને તિરસ્કાર નહિ આવે .
ઘાતકી, દંભી,અભિમાની અને અપ્રમાણિક નું જોર જગત માં ફેલાશે
સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ રહેશે નહિ પોષાક લગભગ સરખા થઇ જશે.
લગ્ન સંસ્થાની પવિત્રતા રહેશે નહિ ગમેતે જતી ની સ્ત્રી ગમે તે.વર્ણ ના પુરુષ સાથે લગ્ન કરશે.
પુરુષો સ્ત્રીઓ ને આધીન રહેશે. દરેક ઘરમાં કલહ પ્રિય સ્ત્રી નું વર્ચસ્વ રહેશે પતિ ને માત્ર મોજશોખ નું સાધન ગણશે.
ઘરના માણસો માં જે બળવાન કે ધનવાન હશે તે માલિક ગણાશે.વડીલ્પાના નો વટ ચાલશે નહિ.
કુટુંબ ની મર્યાદા પત્ની ના સગા વહાલા સુધીજ રહેશે. કુટુંબ સાથે પારકા જેવું વર્તન થશે .
વર્ણાશ્રમ ધર્મ (બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,અને શુદ્ર )ના આચાર વ્યવહાર નો અંત આવશે ,
સંધ્યાવંદન,યજ્ઞોપવીત સંસ્કાર સાવ ભુંસાઈ જશે.
જમીન સાવ કસ વગર ની થશે.વૃક્ષો ફળ વગરના થશે.
ગાય ભેંસો ની દૂધ આપવાની શક્તિ ઘટી જશે.લોકો માખણ વગરના દુધ નો ઉપયોગ કરશે આથી પ્રજા શક્તિહીન થતી જશે .
માનવીમાં થી પુણ્ય ની ભાવના નષ્ટ થઇ જશે.અશ્લીલ શબ્દો નો ઉપયોગ વધશે.વિનયપૂર્ણ ભાષા બોલનાર ની મશ્કરી થશે.
રામનામ નો વેપાર થશે.સાધુવેશ ધારણ કરનારા પાખંડી આચરણ કરશે .
અભોગ્ય ગણાતી સ્ત્રીઓ સાથે ભદ્ર પુરુષો ભોગ કરતા સંકોચ નહિ કરે.
જનોઈ ધારણ બ્રાહ્મણો કરતા ખચકાટ અનુભવશે.
આજના જમાના માં આ અગાહીઓ સાચી પડતી હોય એમ લાગે છે .

No comments:

Post a Comment