Monday, January 21, 2013

ભારતીય સંસ્કૃતિ વિષે

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હશે પણ તેની માહિતી મેળવવી જરૂરી છે...

આપણા કુલ 4 વેદો છે..
1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ
કુલ 6 શાસ્ત્ર છે..
1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ
આપણી 7 નદી..
1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી
આપણા 18 પુરાણ..
1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ
પંચામૃત..
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ
પંચતત્વ..
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ
ત્રણ ગુણ..
સત્વ, રજ અને તમસ
ત્રણ દોષ..
વાત, પિત્ત, કફ
ત્રણ લોક..
આકાશ, મૃત્યુલોક, પાતાળ
સાત સાગર..
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર
સાત દ્વીપ..
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ
ત્રણ દેવ..
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
ત્રણ જીવ..
જલચર, નભચર, થલચર
ત્રણ વાયુ..
શીતલ, મંદ, સુગંધ
ચાર વર્ણ..
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
ચાર ફળ..
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ચાર શત્રુ..
કામ, ક્રોધ, મોહ, લોભ
ચાર આશ્રમ..
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
અષ્ટધાતુ..
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ
પંચ ગવ્ય..
गाय का दूध, दही, घृत, गोबर और गोमूत्र
પંચદેવ..
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
ચૌદ રત્ન..
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.
નવધા ભક્તિ..
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.
ચૌદભુવન..
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.

Saturday, July 2, 2011

વિશ્વમાં કલિયુગ નો પ્રભાવ


મિત્રો,
વિશ્વમાં કલિયુગ નો પ્રભાવ ફેલાતો જશે તેમતેમ કેવી હાલત સર્જાશે તેનું વર્ણન 'દેવી ભાગવત 'માં કરવામાં આવ્યું છે .
લગભગ પાંચ હઝાર વર્ષ પહેલા આ આગાહી કરવામાં આવી હતી.જેના કેટલાક અંશ અહી રજુ કરુછું .
માનવીઓ મદિરા અને માંસ નું સેવન કરતા થઇ જશે ,જૂઠ કપટ દુર્વ્યવહાર તરફ કોઈને તિરસ્કાર નહિ આવે .
ઘાતકી, દંભી,અભિમાની અને અપ્રમાણિક નું જોર જગત માં ફેલાશે
સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ રહેશે નહિ પોષાક લગભગ સરખા થઇ જશે.
લગ્ન સંસ્થાની પવિત્રતા રહેશે નહિ ગમેતે જતી ની સ્ત્રી ગમે તે.વર્ણ ના પુરુષ સાથે લગ્ન કરશે.
પુરુષો સ્ત્રીઓ ને આધીન રહેશે. દરેક ઘરમાં કલહ પ્રિય સ્ત્રી નું વર્ચસ્વ રહેશે પતિ ને માત્ર મોજશોખ નું સાધન ગણશે.
ઘરના માણસો માં જે બળવાન કે ધનવાન હશે તે માલિક ગણાશે.વડીલ્પાના નો વટ ચાલશે નહિ.
કુટુંબ ની મર્યાદા પત્ની ના સગા વહાલા સુધીજ રહેશે. કુટુંબ સાથે પારકા જેવું વર્તન થશે .
વર્ણાશ્રમ ધર્મ (બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,અને શુદ્ર )ના આચાર વ્યવહાર નો અંત આવશે ,
સંધ્યાવંદન,યજ્ઞોપવીત સંસ્કાર સાવ ભુંસાઈ જશે.
જમીન સાવ કસ વગર ની થશે.વૃક્ષો ફળ વગરના થશે.
ગાય ભેંસો ની દૂધ આપવાની શક્તિ ઘટી જશે.લોકો માખણ વગરના દુધ નો ઉપયોગ કરશે આથી પ્રજા શક્તિહીન થતી જશે .
માનવીમાં થી પુણ્ય ની ભાવના નષ્ટ થઇ જશે.અશ્લીલ શબ્દો નો ઉપયોગ વધશે.વિનયપૂર્ણ ભાષા બોલનાર ની મશ્કરી થશે.
રામનામ નો વેપાર થશે.સાધુવેશ ધારણ કરનારા પાખંડી આચરણ કરશે .
અભોગ્ય ગણાતી સ્ત્રીઓ સાથે ભદ્ર પુરુષો ભોગ કરતા સંકોચ નહિ કરે.
જનોઈ ધારણ બ્રાહ્મણો કરતા ખચકાટ અનુભવશે.
આજના જમાના માં આ અગાહીઓ સાચી પડતી હોય એમ લાગે છે .

Friday, June 17, 2011

लहरों से डर कर नौका पार नहीं होती,

लहरों से डर कर नौका पार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।

नन्हीं चींटी जब दाना लेकर चलती है,
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है।
मन का विश्वास रगों में साहस भरता है,
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है।
आख़िर उसकी मेहनत बेकार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।

डुबकियां सिंधु में गोताखोर लगाता है,
जा जा कर खाली हाथ लौटकर आता है।
मिलते नहीं सहज ही मोती गहरे पानी में,
बढ़ता दुगना उत्साह इसी हैरानी में।
मुट्ठी उसकी खाली हर बार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।

असफलता एक चुनौती है, इसे स्वीकार करो,
क्या कमी रह गई, देखो और सुधार करो।
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम,
संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम।
कुछ किये बिना ही जय जय कार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।

Sunday, June 12, 2011

ગુજરાતી થાળીને આંતરરાષ્ટ્રીય સ્થાન

ગુજરાતી થાળીને આંતરરાષ્ટ્રીય સ્થાન, સ્વાદરસિયા ગુજરાતીઓ જગતના સ્વાદ રસિયા (ખાઉધરા નહીં) લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા સાવ સામાન્ય આરામગાહ (રેસ્ટોરાં) આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી હોઇ શકે.
ગુજરાતી લોકોની જમવાની ટેવ વિશિષ્ટ છે. ભર્યે ભાણે જમવાની આદતને લીધે ગુજરાતી થાળીએ આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી થાળીમાં ઓછામાં ઓછી બાર વાનગીઓ તો હોય જ. જેમ થાળીમાં વધુ વાનગી તેમ સમૃદ્ધિ વધુ. આથી અન્ય પ્રજાની વાનગીઓ નવ ઇંચના વ્યાસવાળી સપાટ ડીશમાં જમી શકાય.
જ્યારે ગુજરાતી થાળી બાર ઇંચના વ્યાસવાળી તો હોય જ, પરંતુ તેને કાંઠા પણ હોય અને તેમાં પાંચ-છ વાટકીઓ પણ હોય તેથી અન્નકૂટ ભરી શકાય. સર્વપ્રથમ તો થાળીમાં રોટલી કે ભાખરી કે પૂરી કે રોટલો કે પરાઠા કે પુરણપોળીમાંથી એક કે બે અગ્નિમાં શેકીને કે તેલમાં તળીને બનાવી શકાય તેવી વાનગી હોય જ. પછી વારો આવે શાકનો. બે જાતનાં શાક તો જોઇએ જ. એક રસાવાળું અને બીજું સૂકું. એવી રીતે બે કઠોળ પણ જોઇએ. દાળ અથવા કઢી-બેમાંથી એક ચાલે. પછી આવે ફરસાણ. ફરસાણ વિના જીભનો ચટાકો સંતોષાય નહીં. ફરસાણ પણ બે જોઇએ. એક તળેલું અને એક વઘારેલું.
ફરસાણ ખવાય ચટણી સાથે એટલે બે પ્રકારની ચટણી જોઇએ. એક તીખી અને એક ગળી. આમ તો ગુજરાતી રસોઇમાં દાળ, શાક અને ફરસાણમાં ઉપલક ગળપણ તો હોય જ. તેમ છતાં બે મીઠાઇ તો જોઇએ જ, તેમાં પણ દૂધના પાયાવાળી-શીખંડ, બાસુદી, ખીર- એક તો હોય જ.
ગળ્યું એટલે ગળ્યું, બીજું બધું બળ્યું. આ બધી વાનગીઓથી થાળ ભરાય પછી પાપડ, અથાણું, કચુંબર (સલાડ) તથા છાશ તો હોય જ.
કાઠિયાવાડી થાળી એ ગુજરાતી થાળીની જ એક બહેન કહી શકાય. તેમાં રોટલા, ભાખરી, ઢેબરાં, ચાનકી વગેરેમાંથી બે-ત્રણ વસ્તુ હોય. રોટલા કે થેપલાં સાથે માખણ ને ગોળ અનિવાર્ય. શાકમાં રિંગણનું ભડથું અનિવાર્ય. મીઠાઇમાં સુખડી, માલપુઆ કે લાડુ. બાકી બધું લગભગ સરખું. આ બંને પ્રકારની થાળીઓને ગીનીઝ બુક ઓફ રેકર્ડ્ઝ નોંધાવવી જોઇએ.
ગુજરાતીઓ માટે ભોજન એ માત્ર કેલરીની જરૂર પુરી કરવાનું સાધન નથી. ભોજન એ ઉત્સવનો એક ભાગ છે. ક્યારેક તો ભોજન પોતે જ ઉત્સવ બની જાય છે. ઠાકોરજીને ચડાવતા છપ્પન ભોગ કે અન્નકૂટ ખુદ એક ઉત્સવ છે. શિયાળામાં લીલાં શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી શાકોત્સવ યોજવામાં આવે છે.
અન્નને ઉત્સવ બનાવવામાં સુરતી લાલાનો જોટો ન મળે. નવેમ્બર -ડિસેમ્બર આવતા જુવારનો પોંક (આંધળી વાનીનો પોંક) ઉત્સવ બને. તાપી પાસે રાવટી તાણી પોંક પડાય. કમિંત બસો રૂપિયે કિલો. પોંક સાથે પોંકના ભજિયાં, લીંબુ-મરીની સેવ તથા તીખાતમતા મસાલાવાળી છાશ ખાવા લોકો નદીકાંઠે જ આ જમાવે. મોંઘવારીને હુરતી બોલીમાં સ્વસ્તીવચન સંભળાવતા પોંક ખાતા જાય.
પોંકોત્સવ એ સુરતનો વિશિષ્ટ અન્નોત્સવ છે. આવું જ ઘારી બાબતમાં છે. શરદપૂનમ પછીનો દિવસ- ચંદીપડવો એ જથ્થાબંધ ઘારી ખાવાનો દિવસ. લોકો ચંદીપડવાની રાતે ભૂંસુ ને ઘારી લઇ કોઇ નીરાંતવા (!) સ્થળે ચાલ્યા જાય અને લગભગ અડધી રાત સુધી ભુંસુ-ઘારી ખાધા કરે. સુરતમાં અન્નોત્સવ ન હોય એવી એક પણ મોસમ નથી. સુરતનું જમણ ને કાશીનું મરણ.
સુરતીલાલને ખાવાના શોખમાં કોઇ ન પહોંચે. પણ બીજાં શહેરો પણ પાછાં પડે તેવાં નથી. નવસારીનું કોલ્હાનું અથાણું- માછલી, ઝીંગા, ચીકન, ડ્રાયફૂટ, કેરી- ખાસ સરકામાં બને અને ફાંઇવ સ્ટાર હોટેલ અને પરદેશ જાય. વલસાડ અને ઉદવાડાનાં પારસી ધાન-સાક પ્રખ્યાત.
ઉત્તર મસાલા, લીંબુ-મરી, ચોકલેટ, પાઇનેપલ, મેંગો વગેરે દસેક જાતની સિંગ મળે. વડોદરામાં સવારે સવારે પાંચ રૂપિયામાં પુનામીસળ ખાવા લોકો નીકળી પડે. પુનામાં પુનામીસળ નથી મળતું. તેવી જ રીતે સોલાપુર (શોલાપુર)માં સોલાપુરી ચેવડો નથી મળતો. માત્ર વડોદરામાં જ મળે છે.
ભાવનગરને ગાંઠિયાનું ગામ કહેવાય છે. નરસી બાવાના મરીવાળા ગાંઠિયા (મૂળ-અંગુઠિયા) નિકાસ થાય છે. એવી જ બીજી ચીજ છે બદામપુરી અને કાજુપુરી. ચારસો રૂપિયે કિલો. વિકલ્પે ભાવનગરના સરેરાશ લોકો બદામપુરી પણ ખાય છે. જો ભાવનગર ગાંઠિયાનું ગામ છે તો રાજકોટ ચેવડાનું ગામ છે.
આજથી પચાસ વર્ષ પહેલાં જયુબિલી બાગના દરવાજે લાકડાની કેબિનમાં ગોરધનભાઇ ચેવડો ને ચટણી વેચતા. આજે તો તેમનાં સગાં-વહાલાંથી બધી થઇને ચાલીસેક ચેવડા અને ચટણીની દુકાનો છે. ચેવડા કરતાં ચટણી વધુ વેચાય છે તેથી ચેવડાના ભાવે ચટણી મળે છે - ચેવડા ઉપર મફત મળતી નથી.
તમને ભૂખ લાગી હોય ને ખીસામાં પૈસા ન હોય તો ઠોંસાગલીમાંથી નીકળવું. બધી જ દુકાનો ભગત પેંડાવાળાની. કોઇક જયસીયારામ ભગત, કોઇ જૂના ભગત વગેરે. પંદર-વીસ પેંડા ચાખતાં ગલી પસાર થઇ જાય. એવી જ રીતે ખંભાતનું હલવાસન અને સુરેન્દ્રનગરના સિકંદરની સિંગ અને રેવડી પણ જાણીતાં. ગુજરાતનું એક પણ નગર એવું નથી જ્યાં કોઇને કોઇ ખાવાની ચીજ પ્રખ્યાત નથી. દુકાન પહોળી હોય કે સાંકડી, પણ ચીજ મળે છે ફાંકડી.
એક સમય હતો કે ગુજરાતમાં બહારનું ખાવાનું વજર્ય ગણાતું. મરજાદી કુટુંબો તો માત્ર પોતાના કૂવાનું પાણી જ પીતા. બીજા પાણીથી અભડાઇ જવાય. બહારગામ જવાનું થાય તો અભડાય નહીં તેવું (દૂધમાં રાંધેલું) ભાથું લઇ જવાનું. ચુસ્તપણે ધાર્મિક કુટુંબો કાંદા-લસણ તો શું, બહારનું કોઇ પણ રાંધેલું ભોજન ન ખાતા.
મારાં દાદીમા બહારનાં ફળ ખાવા દેતાં, બહારની ચોકલેટ-પીપર ખાઇએ તો દંડ રૂપે સાંજના વાળુમાં દૂધ કે ઘી-બેમાંથી એક ન ખાવાની સજા થતી. ચોકલેટના વિકલ્પે ઘેર સુખડી બનતી. સરકારી નોકરી કરતાં લોકોને નોકરીના ભાગ રૂપે પ્રવાસે જવાનું થાય તો કાચું સીધું લઇને જતા અને જ્યાં રોકાય ત્યાં જાતે પકાવીને ખાતા.
હજી પણ આપણે ત્યાં એવાં મરજાદી કુટુંબો છે જે નોનવેજ મળતું હોવાથી તે ગલીમાંથી પસાર થતાં નથી. ડુંગળી-લસણ ખાતા નથી. ચોમાસામાં કંદ ખાતા નથી. દારૂ અને માંસથી પાપ લાગે અને તે લેવાથી નરકમાં જવાય તેવી માન્યતા આજે પણ જીવીત છે.
આ વાતને હજી ૬૦-૬૫થી વધુ વર્ષો થયાં નથી. વિદ્યાર્થીઓ ભણવા અને યુવાનો નોકરીએ બહારગામ ગયા અને ૧૯૬૦ પછી ખાનપાનની ચુસ્તતા તૂટવા લાગી. તેમાં પણ ખાસ કરીને જાહેર સ્થળે રસોઇ કરનારની જ્ઞાતિ જાણવા મુશ્કેલ બની પછીથી ખાન-પાનના જ્ઞાતિગત નિયંત્રણો તૂટી ગયાં.
૧૯૬૦ પછી રસોડું બદલાયું. આજે ગુજરાતી ગૃહિણીનું રસોઇઘર ગેસ, ઓવન, મિક્સર, જ્યુસર, ઘંટી, ફ્રીઝ વગેરે તમામ ઉપકરણોથી સજ્જ છે. સરેરાશ ગુજરાતી દીવાનખંડ કે શયનખંડની સજાવટ કરતાં રસોઇકક્ષની સજાવટમાં વધારે પૈસા ખર્ચે છે.
ગુજરાતીઓના ખાવાના ચટાકા એટલા વિપુલ છે કે ગુજરાતી આઇટેમ્સની કોઇ પણ યાદી અધૂર જ રહેવાની. લગભગ એકસો જાતનાં ભજિયાં અને એકસો જાતના આઇસક્રીમ (તેમાં વળી આઇસક્રીમનાં ભજિયાં) મળતાં હોય ત્યાં સંપૂર્ણ ખાદ્ય યાદી કેવી રીતે બને!
પરપ્રાંતની કે પરદેશની ગુજરાતમાં બનતી વાનગીનું ગુજરાતીકરણ કરવામાં પણ ગુજરાતીઓ એક્કા છે. ચાઇનીઝ ભેળ, જૈન પીઝા, માખણ કે ચીઝના મસાલા ઢોસા કે ઉત્તપમ, વેજિટેરિયન તથા કાંદા વિનાની બર્ગર તેલમાં તળેલા પરાઠા વગેરે વસ્તુઓ જો તે તે વિસ્તારના મૂળ નામે મૂળ લોકોને ખવરાવવામાં આવે તો તેઓ આઘાત પામે.
વળી દરેક વસ્તુમાં ખાંડ તો ખરી જ. સ્વભાવની મીઠાશ જરૂરી છે, ખાદ્યાન્તની મીઠાશ ઝરે છે, આ વાત ગુજરાતીઓ સમજે તો તેમનાં અડધા દર્દોનું આપોઆપ નિવારણ થાય.

Friday, May 27, 2011

હું ભગવાન

ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન –
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Wednesday, May 11, 2011

દુનિયામાં જેનું પ્રિયજન નથી એને કોઈ દુ:ખ નથી

મૃગારનાં માતા વિશાખાના વાળ અને કપડાં ભીનાં હતાં. ચહેરો ઉદાસ અને મનમાં દુ:ખ હતું. ભગવાન બુદ્ધે જ્યારે તેમની આ દશા જોઈ તો તેઓ બોલ્યા, તમારી આ વિચિત્ર સ્થિતિથી આશ્ચર્ય થાય છે. વિશાખાએ દુ:ખી સ્વરમાં જણાવ્યું કે, તેમાં આશ્ચર્યની શું વાત છે? મારા પૌત્રનું અવસાન થયું છે, આથી મૃતાત્મા પ્રત્યે શોક વ્યક્ત કરી રહી છું.

બુદ્ધે સવાલ કર્યો કે શ્રાવસ્તીમાં અત્યારે જેટલા મનુષ્યો છે, તમે તેમનાં પુત્ર-પૌત્રોની ઇચ્છા રાખો છો? વિશાખાનો જવાબ ‘હા’ માં સાંભળીને બુદ્ધે બીજો સવાલ કર્યો, શ્રાવસ્તીમાં દરરોજ કેટલા મનુષ્યો મરતા હશે? વિશાખાએ જવાબ આપ્યો, ઓછામાં ઓછા દસ તો મરે જ છે.

કોઈ દિવસ સંખ્યા એક પર અટકી જાય છે, પરંતુ એક પણ દિવસ ખાલી જતો નથી. બુદ્ધે પૂછ્યું તો પછી શું કોઈ દિવસ ભીના વાળ અને કપડાં વગર તમે રહી શકો છો? વિશાખા બોલી, નહીં ભાઈ. ફક્ત તે દિવસે જ ભીના વાળ અને કપડાંની જરૂર રહે છે જે દિવસે મારા પુત્ર-પૌત્રનું અવસાન થયું હોય છે. ત્યારે બુદ્ધે સુખ-દુ:ખનું વિવેચન કર્યું.

તેનાથી સ્પષ્ટ થયું કે જેને બધા જ પ્રિય હોય છે તેને સો દુ:ખ હોય છે અને જેને એક જ પ્રિયજન હોય છે, તેને ફક્ત એક જ દુ:ખ હોય છે. દુનિયામાં જેનું એક પણ પ્રિયજન નથી તેને ક્યાંય દુ:ખ નહીં મળે. તે સુખસ્વરૂપ બની જાય છે. વિશાખા પ્રણામ કરીને બોલી, ભાઈ, હું ભ્રમમાં હતી. હવે મને આત્મપ્રકાશ મળી ગયો છે.

કથાનો સાર એ છે કે, દુનિયામાં સુખી હોવાનો એકમાત્ર ઉપાય એ છે કે કોઈને પણ પોતિકું ન માનો, માયા ન બાંધો અને એક પણ જાતનો સંબંધ ન બનાવીને. સમગ્ર વિશ્વને તટસ્થ ભાવથી જુઓ.

Tuesday, May 10, 2011

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો
જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં
પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા
ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક
દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને
એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા
દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી
તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્ર નારાજ થઈ ગયો.
તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે
રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ
દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’ ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું
જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.