Friday, May 27, 2011

હું ભગવાન

ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન –
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Wednesday, May 11, 2011

દુનિયામાં જેનું પ્રિયજન નથી એને કોઈ દુ:ખ નથી

મૃગારનાં માતા વિશાખાના વાળ અને કપડાં ભીનાં હતાં. ચહેરો ઉદાસ અને મનમાં દુ:ખ હતું. ભગવાન બુદ્ધે જ્યારે તેમની આ દશા જોઈ તો તેઓ બોલ્યા, તમારી આ વિચિત્ર સ્થિતિથી આશ્ચર્ય થાય છે. વિશાખાએ દુ:ખી સ્વરમાં જણાવ્યું કે, તેમાં આશ્ચર્યની શું વાત છે? મારા પૌત્રનું અવસાન થયું છે, આથી મૃતાત્મા પ્રત્યે શોક વ્યક્ત કરી રહી છું.

બુદ્ધે સવાલ કર્યો કે શ્રાવસ્તીમાં અત્યારે જેટલા મનુષ્યો છે, તમે તેમનાં પુત્ર-પૌત્રોની ઇચ્છા રાખો છો? વિશાખાનો જવાબ ‘હા’ માં સાંભળીને બુદ્ધે બીજો સવાલ કર્યો, શ્રાવસ્તીમાં દરરોજ કેટલા મનુષ્યો મરતા હશે? વિશાખાએ જવાબ આપ્યો, ઓછામાં ઓછા દસ તો મરે જ છે.

કોઈ દિવસ સંખ્યા એક પર અટકી જાય છે, પરંતુ એક પણ દિવસ ખાલી જતો નથી. બુદ્ધે પૂછ્યું તો પછી શું કોઈ દિવસ ભીના વાળ અને કપડાં વગર તમે રહી શકો છો? વિશાખા બોલી, નહીં ભાઈ. ફક્ત તે દિવસે જ ભીના વાળ અને કપડાંની જરૂર રહે છે જે દિવસે મારા પુત્ર-પૌત્રનું અવસાન થયું હોય છે. ત્યારે બુદ્ધે સુખ-દુ:ખનું વિવેચન કર્યું.

તેનાથી સ્પષ્ટ થયું કે જેને બધા જ પ્રિય હોય છે તેને સો દુ:ખ હોય છે અને જેને એક જ પ્રિયજન હોય છે, તેને ફક્ત એક જ દુ:ખ હોય છે. દુનિયામાં જેનું એક પણ પ્રિયજન નથી તેને ક્યાંય દુ:ખ નહીં મળે. તે સુખસ્વરૂપ બની જાય છે. વિશાખા પ્રણામ કરીને બોલી, ભાઈ, હું ભ્રમમાં હતી. હવે મને આત્મપ્રકાશ મળી ગયો છે.

કથાનો સાર એ છે કે, દુનિયામાં સુખી હોવાનો એકમાત્ર ઉપાય એ છે કે કોઈને પણ પોતિકું ન માનો, માયા ન બાંધો અને એક પણ જાતનો સંબંધ ન બનાવીને. સમગ્ર વિશ્વને તટસ્થ ભાવથી જુઓ.

Tuesday, May 10, 2011

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો
જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં
પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા
ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક
દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને
એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા
દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી
તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્ર નારાજ થઈ ગયો.
તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે
રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ
દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’ ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું
જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો

પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો
(૧) સંબંધો ના કદી સરવાળા ના હોય,કારણ કે તે બિઝનેસ નથી.

(૨) તમે જ્યારે બિમાર પડો છો ત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.

(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.

(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.

(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્ય અવતાર આપ્યા નો અફસોસ થાય.

(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો